ટીમ ઈન્ડિયાએ હરારેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની વનેડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 189 રન જ બનાવી શકી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 30.5 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો.
ભારતના બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઓપનર બેટ્સમેન શિખર ધવન અને શુભમન ગીલે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. શુભમન ગિલે અણનમ 82 અને શિખર ધવને અણનમ 81 રન બનાવ્યા હતા. અગાઉ બોલિંગમાં અક્ષર પટેલ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને દીપક ચહરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ભારતની આ પહેલી જીત છે.
