સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ-ભાવનગરના કાર્યકરો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બની છે. ભાવનગર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર નીતિન ઘેલાણી સહિતના કાર્યકરો સુરત ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ ભાજપમાં જોડાયા હતા, જ્યાં વરાછા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પાસ નેતા અલ્પેશ કથીરીયાને ટિકિટ આપી છે. તો બીજી તરફ, ઓલપાડ બેઠક પર પાસના નેતા ધાર્મિક માલવીયા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આજે 40 જેટલા પાસના કાર્યકરોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા હતા.