અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટલ પાસે આવેલ ઉંમર રેસીડેન્સીમાં પાર્ક કરેલ વૈભવી કારને સળગાવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટલ પાસે આવેલ ઉંમર રેસીડેન્સીમાં રહેતા મોહમ્મદ રિયાઝ મોહમ્મદ રફીક શેખએ પોતાની ફોર્ચ્યુનર કાર ગત તારીખ-16મી જુલાઈના રોજ ઉંમર રેસીડેન્સીના પાર્કિંગમાં પાર્ક કરી હતી.તે દરમિયાન મધરાતે અજાણ્યા ઈસમોએ તેઓની રિયાઝ શેખની કારને આગ ચંપી કરી સળગાવી મૂકી હતી.
આ ઘટનામાં મહારાષ્ટ્રના જલનાના પેશનપુર કોલેજ રોડ ખાતે રહેતો યાશીર અરફાત યુસુફ શેખ ઉર્ફે નવાબઝાડા નામના ઇસમે તૌસિફ પાંચભાયા અને હનીફ પાંચભાયાના કહેવાથી સળગાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
