RCB vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સે RCBને 8 રનથી હરાવ્યું, ડુપ્લેસીસ અને મેક્સવેલની ઈનિંગ્સ નિરર્થક..!

ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં RCBને 8 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં તેની ત્રીજી જીત છે. ચેન્નાઈના હવે પાંચ મેચમાં 6 પોઈન્ટ છે.

RCB vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સે RCBને 8 રનથી હરાવ્યું, ડુપ્લેસીસ અને મેક્સવેલની ઈનિંગ્સ નિરર્થક..!
New Update

ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં RCBને 8 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં તેની ત્રીજી જીત છે. ચેન્નાઈના હવે પાંચ મેચમાં 6 પોઈન્ટ છે. આ સાથે જ RCBની આ ત્રીજી હાર છે. ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તે જ સમયે, RCB સાતમા સ્થાને છે. આરસીબીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. સુયશ પ્રભુદેસાઈ અને વનિન્દુ હસરંગા ટીમને જીત અપાવી શક્યા ન હતા. પ્રભુદેસાઈએ છગ્ગો ફટકારીને આશા જગાવી પરંતુ તે હસરંગા સાથે માત્ર 10 રન જ ઉમેરી શક્યો. પ્રભુદેસાઈ પણ છેલ્લા બોલ પર આઉટ થયો હતો.

આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં RCBની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 218 રન જ બનાવી શકી હતી. આરસીબીનો આગામી મુકાબલો 20 એપ્રિલે મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે થશે. તે જ સમયે, ચેન્નાઈની ટીમ 21 એપ્રિલે ચેન્નાઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે.

#India #Connect Gujarat #BeyondJustNews #TATA IPL #RCB vs CSK #IPL 2023 #Chennai Super Kings #win
Here are a few more articles:
Read the Next Article