/connect-gujarat/media/post_banners/29ff1df8b92cfa58ed1c836b1aa108b4e84e36d29049f3ab0a2892f270dbb630.webp)
વિમેન્સ પ્રીમિયર લીગની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને પાંચ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે દિલ્હીની ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. મંગળવારે (21 માર્ચ) દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુપી વોરિયર્સની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 138 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં 142 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
દિલ્હી કેપિટલ્સને ટોચ પર રહેવાનો ફાયદો મળશે. તેણે એલિમિનેટર મેચમાં રમવાનું રહેશે નહીં. ફાઈનલ મેચ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. બીજા સ્થાને રહેલી મુંબઈ ઈન્ડિયન્સ અને ત્રીજા સ્થાને રહેલી યુપી વોરિયર્સ વચ્ચે એલિમિનેટર મેચ 24 માર્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.