WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે ફટકાર્યો જીતનો ચોગ્ગો, હરમનપ્રીત કૌરે રમી તોફાની ઈનિંગ્સ

વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. હરમનપ્રીત કૌરની બ્રિગેડે યુપી વોરિયર્સને 8 વિકેટથી હરાવ્યું હતું.

New Update
WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે ફટકાર્યો જીતનો ચોગ્ગો, હરમનપ્રીત કૌરે રમી તોફાની ઈનિંગ્સ

વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. હરમનપ્રીત કૌરની બ્રિગેડે યુપી વોરિયર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં યુપી વોરિયર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યુપી તરફથી કેપ્ટન એલિસા હીલીએ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Advertisment

યુપી તરફથી હિલીએ સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. આ સાથે જ હિલા મેકગ્રાએ પણ અડધી સદીની ઇનિંગ રમી હતી. બોલિંગની વાત કરીએ તો મુંબઈ તરફથી સાયકા ઈશાકે 3 વિકેટ ઝડપી હતી. યુપીની ટીમે 20 ઓવર બાદ 6 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. તેના જવાબમાં, સુકાની હરમનપ્રીત કૌરે મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનો તરફ 36 બોલમાં 58 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સિવાય નતાલી સિવર-બ્રન્ટે પણ 45 રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે બંને વચ્ચે 100 રનની ભાગીદારી પણ થઈ હતી. મુંબઈએ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

Advertisment