Connect Gujarat
વુમન પ્રીમિયર લીગ

WPL 2023 : આજે રમાશે બે મેચ, વાંચો શું હોઈ શકે DCW vs RCBW અને UPW vs GGW મેચની પ્લેઈંગ-11

વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ છે. શનિવારે પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ પર ધમાકેદાર જીત મેળવી હતી......

WPL 2023 : આજે રમાશે બે મેચ, વાંચો શું હોઈ શકે DCW vs RCBW અને UPW vs GGW મેચની પ્લેઈંગ-11
X

વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ છે. શનિવારે પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ પર ધમાકેદાર જીત મેળવી હતી. હવે આ લીગની પ્રથમ ડબલ હેડર રવિવારે રમાશે. પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે અને બીજી મેચ સાંજે 7:30 કલાકે રમાશે.

પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. બંને ટીમો મજબૂત હોવાથી આ મેચ રસપ્રદ રહેશે. RCB પાસે ઘણા સ્ટાર ખેલાડીઓ છે, જ્યારે દિલ્હીની કેપ્ટન ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ છે, જેણે પાંચ વખત વર્લ્ડ કપ જીત્યો છે.

જોકે, આ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે RCB ટીમનો દબદબો છે. ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં લેનિંગના નેતૃત્વમાં મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. RCBની કપ્તાની ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના હાથમાં છે.

મેચ: 3:30 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (સી), સોફી ડેવાઇન, એલિસ પેરી, ડેન વાન નિકેર્ક/હીથર નાઈટ, દિશા કાસાટ, રિચા ઘોષ (WK), કનિકા આહુજા, મેગન શુટ, પ્રીતિ બોઝ/સહાના પવાર, રેણુકા ઠાકુર, કોમલ જંજદ.

દિલ્હી કેપિટલ્સ: શેફાલી વર્મા, જસિયા અખ્તર, જેમિમા રોડ્રિગ્સ, મેગ લેનિંગ (C), મેરિજેન કેપ, એલિસ કેપ્સી/એલ હેરિસ, તાન્યા ભાટિયા (WK), જેસ જોનાસન, રાધા યાદવ, શિખા પાંડે, પૂનમ યાદવ.

યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ

યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમો રવિવારે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી મેચમાં આમને-સામને થશે. એલિસા હીલી યુપીનું નેતૃત્વ કરી રહી છે જ્યારે બેથ મૂની ગુજરાતનું નેતૃત્વ કરશે. બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે. આ મેચમાં યુપીની ટીમ જીતની દાવેદાર તરીકે જોવામાં આવી રહી છે. યુપી પાસે વિદેશી ખેલાડીઓમાં હીલીની સાથે સોફી એક્લેસ્ટોન, તાહિલા મેકગ્રા, ગ્રેસ હેરિસ જેવા સારા ખેલાડીઓ છે. તેમની પાસે દીપ્તિ શર્મા પણ છે જે મેચનો પલટો ફેરવી શકે છે. બીજી તરફ ગુજરાતની ટીમ સોફિયા, એશ્લે ગાર્ડનર જ્યારે સ્નેહ રાણા, હરલીન પર ભરોસો રાખી શકે છે.

જો કે, શનિવારે ગુજરાતને તેની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે 143 રનથી જંગી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમે ઘણી ભૂલો કરી હતી. ફિલ્ડિંગમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ઘણા કેચ છોડ્યા અને મિસ-ફિલ્ડિંગ પણ થયા. આવી સ્થિતિમાં ટીમે રવિવારે જોરદાર પ્રદર્શન કરવું પડશે. મુંબઈ સામે કેપ્ટન બેથ મૂની રિટાયર્ડ હર્ટ થઈ હતી. આવી સ્થિતિમાં તે રમે છે કે નહીં તે જોવાનું રહેશે. જો તે નહીં રમે તો તે ગુજરાત માટે મોટો ફટકો હોઈ શકે છે. આવી સ્થિતિમાં સ્નેહ રાણાને કેપ્ટન્સી સોંપવામાં આવી શકે છે.

મેચ: સાંજે 7:30 કલાકે

યુપી વોરિયર્સ: એલિસા હીલી (wk/c), કિરણ નવગીરે, દેવિકા વૈદ્ય, દીપ્તિ શર્મા, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહિલા મેકગ્રા/શબનમ ઈસ્માઈલ, રાજેશ્વરી ગાયકવાડ, ગ્રેસ હેરિસ/એલ બેલ, પાર્શ્વી ચોપરા, અંજલિ સરવાણી.

ગુજરાત જાયન્ટ્સ: કિમ ગાર્થ/બેથ મૂની (wk/c), દયાલન હેમલતા, એશ્લે ગાર્ડનર, હરલીન દેઓલ, સોફિયા ડંકલી/એનાબેલ સધરલેન્ડ, સુષ્મા વર્મા, સ્નેહ રાણા, જ્યોર્જિયા વેરહેમ, માનસી જોશી, મોનિકા પટેલ, તનુજા કંવર.

Next Story