અંકલેશ્વર: શહેરમાં આવેલ તુલસી સ્કવેરમાં થાઇ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, સ્પા સંચાલક- માલિક સામે ગુનો દાખલ
ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના કર્મચારીઓને બાતમી મળી હતી કે આંબોલી રોડ નજીક આવેલ તુલસી સ્ક્વેરમાં કિવીન ફેબ ફેમિલી થાઈ સ્પા ચાલે છે ગુજરાત | સમાચાર
અંકલેશ્વર શહેરમાં આવેલ તુલસી સ્ક્વેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના કર્મચારીઓને બાતમી મળી હતી કે આંબોલી રોડ નજીક આવેલ તુલસી સ્ક્વેરમાં બીજા માળે કિવીન ફેબ ફેમિલી થાઈ સ્પા ચાલે છે જેની આડમાં કુટણખાનું ધમધમે છે. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક સાથે દરોડા પાડતા સ્પામાં દોડધામ મચી જવા પામી હતી.
સ્પાની આડમાં ગ્રાહકો પાસેથી રૂ.1500 લઈ કુંટણખાનું ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.પોલીસે સ્પા સંચાલક મૂળ દિલ્હીની રહેવાસી નીલમ રાણા અને સ્પાના માલિક તેમજ આંબોલી રોડ પર આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતા શોએબ ફારુક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
