• કરમાલી ગામ ખાતે દીપડાનો આતંક જોવા મળ્યો

  • ખૂંખાર દીપડાએ ગાયના 3 વાછરડાનો શિકાર કર્યો

  • પશુઓનો શિકાર થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

  • દીપડાને પકડી લેવામાં આવે તેવી ગ્રામજનોની માંગ

  • વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવા માટેની કવાયત 

ભરૂચ તાલુકાના કરમાલી ગામ ખાતે દીપડાએ ગાયના 3 વાછરડાનો શિકાર કરતાં ભયના માહોલ વચ્ચે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ તાલુકાના કરમાલી ગામ ખાતે ગત તા. 22મી એપ્રિલની સમી સાંજે ગાયના 3 વાછરડાને દીપડાએ ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં દીપડાએ 2 વાછરડાને ત્યાં જ પીંખી નાખ્યા હતાજ્યારે એક વાછરડાને દીપડો ઉપાડી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કેઅગાઉ પણ દીપડો શિકાર અર્થે તવરા ગામના એક ફાર્મ હાઉસમાં આવી ચઢ્યો હતો. જેમાં દીપડો દિવાલ કૂદતો CCTV કેમેરામાં કેદ પણ થયો હતોત્યારે ફરી એકવાર દીપડાના આંટાફેરાના પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કેવન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી વહેલી તકે દીપડાને પકડી લેવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.