• અંકલેશ્વરમાં કાર્યવાહી

  • સી.આઈ.ડી.ક્રાઇમની કાર્યવાહી

  • ચરસ અને ગાંજાનો જથ્થો ઝડપાયો

  • 2 આરોપીઓની ધરપકડ

  • રૂ.1.37 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અંસાર માર્કેટ નજીકના વોર્કિંગ ફ્લાય ઓવર પાસેથી સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે બે ઇસમોને ચરસ અને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.
સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના પી.એસ.આઈ વી.કે.ગરાસિયા સહિત સ્ટાફ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી.કે બાઈક ઉપર કેટલાક ઈસમો ગાંજો,ચરસ અને એમડી દ્રગ્સ જેવા માદક પ્રદાર્થનું ગેરકાયદેસર રીતે વેચાણ-આપ લે કરે છે. જેવી બાતમીના આધારે સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અંસાર માર્કેટ નજીકના વોર્કિંગ ફ્લાય ઓવર પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન વાલિયા ચોકડી તરફથી બાતમી વાળી બાઈક ઉપર ત્રણ ઈસમો આગળ બેગ મૂકી આવી રહ્યા હતા.જેઓને અટકાવવા જતા પોલીસને જોઈ ત્રણ બૈકી એક ઈસમ કુદીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસે માંગરોળના કોઠવા ગામના તૌસિફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. જે બંને પાસેથી 973 ગ્રામ ગાંજો,195 ગ્રામ ચરસ તેમજ બાઈક,બે ફોન મળી કુલ 1.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સુવેજ ગુલામ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો