ભરૂચના વાલિયાના ચમારીયા ગામના બિરસા મુંડા ફાર્મ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ઝઘડિયા વિધાનસભા દ્વારા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ સંદીપ વસાવા અને ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવાની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ યોજાયું હતું. જેમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનને વધુ મજબૂત કરવા સાથે કાર્યકરોની મહેનતને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મંત્રી સર્જન વસાવા,સંગઠન વાલિયા તાલુકાના પ્રમુખ વાસુ વસાવા, તાલુકા પંચાયત સભ્ય અશ્વિન વસાવા સહિતના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

