-
એલ.પી. સવાણી સ્કૂલ પાસે આગનો બનાવ
-
સિક્યુરિટી કેબિનમાં અચાનક ભીષણ ઘટના બની
-
ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો
-
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
-
ફાયર બ્રિગેડે પર મેળવ્યો કાબુ,જાનહાની ટળી
સુરતના અડાજણ વિસ્તારમાં એલ.પી. સવાણી સ્કૂલ પાસે સુરભી રો-હાઉસના પાર્ટી પ્લોટ સિક્યુરિટી કેબિનમાં અચાનક ભીષણ ઘટના બની હતી.સર્જાયેલી ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી.
સુરતના અડાજણ વિસ્તારમાંથી મોડી રાત્રે આગનો એક ભયાનક બનાવ સામે આવ્યો હતો. અડાજણમાં એલ. પી. સવાણી સ્કૂલ પાસે આવેલા સુરભી રો-હાઉસના પાર્ટી પ્લોટમાં બનેલી સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કેબિનના પતરાના શેડમાં સિક્યુરિટી ગાર્ડ પોતાના પરિવાર સાથે રહેતો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં ગાર્ડના પરિવારનો તમામ ઘરવખરી અને માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
