• ગોધરા ભાગોળ વિસ્તારના ચીઠીયાવાડ વિસ્તારની ઘટના

  • જૂનું મકાન ઉતારતી વખતે અચાનક આખી દિવાલ ધસી

  • કાટમાળ નીચે દબાઈ જતાં પિતા અને પુત્રનું કરૂણ મોત

  • બનાવના પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડ્યા

  • પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી 

મળતી માહિતી અનુસારપંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભાગોળ વિસ્તારમાં આવેલા ચીઠીયાવાડમાં વિસ્તારમાં એક ખાનગી માલિકીનું જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન બ્રેકરની મદદથી દિવાલ તોડવામાં આવી રહી હતીત્યારે અચાનક આખી દિવાલ ધસી પડી હતી.

 આ ઘટનામાં દિવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી ગોધરા તાલુકાના દયાળ ગામના વતની 30 વર્ષીય કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા અને તેમનો 4 વર્ષનો પુત્ર કિશન ઝાલૈયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બન્નેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાઅને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. એકસાથે પિતા અને પુત્રના મોતથી શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફપોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.