આકાશમાં તારીખ 28 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે સૌર મંડળના તમામ સાત ગ્રહો રાત્રે એક સાથે દેખાશે.આ એક દુર્લભ અને અદ્દભુત ખગોળીય ઘટના છે.જેને ગ્રેટ પ્લેનેટરી એલાઈનમેન્ટ કહેવાય છે.શનિબુધનેપચ્યુનશુક્રયુરેનસગુરુ અને મંગળ આ બધા ગ્રહો એક સીધી રેખામાં એકસાથે દેખાશે.

આ કાર્યક્રમ ખગોળશાસ્ત્રના વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો માટે એક અદ્દભુત તક હશે.આ ઘટના એટલા માટે પણ ખાસ છે કારણ કે આટલા બધા ગ્રહો એક સાથે જોવા મળે તે ખૂબ જ દુર્લભ છે. સામાન્ય રીતે કેટલાક ગ્રહો એક જ સમયે સૂર્યની એક જ બાજુ પર હોય છેપરંતુ બધા ગ્રહો એક જ રેખામાં હોય તે ખૂબ જ દુર્લભ છે.

આ સાત ગ્રહો પુસ્તકોમાં શીખવવામાં આવે છે તેમ સીધી રેખામાં જોવા મળશે. જ્યારે સામાન્ય રીતે આવું થતું નથી. આ બધા ગ્રહો સૂર્યની આસપાસ જુદા જુદા વર્તુળમાં ફરે છે. ગ્રહોની ભ્રમણકક્ષા અલગ હોવાથીતેઓ એક સીધી રેખામાં દેખાતા નથી.