ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામે યુવાનનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામમાં એક યુવાક વીજ કરંટ લાગતા કરુણ મોતને ભેટ્યો હતો. મળતી માહિતી અનુસારસમની ગામના 17 વર્ષીય દેવા બુધાભાઈ વસાવાને પતરાની દુકાન પર હાથ મુકતા વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટના જોરદાર ઝટકાને પગલે તેઓનું  ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સર્જાયેલી ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.