/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/22164038/05d859f2-9c51-497c-aba1-7799e85ea6ed.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર સ્થિત આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે આવેલા આમ આદમી પાર્ટી કાર્યાલયમાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની મિટિંગ મળી હતી. જેમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લક્ષી અને સંગઠન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત અનેક નવા હોદેદારો નિમાયા, તો સાથે જ ચૂંટણી લડનાર ઉમેદવારો પણ નક્કી કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત AAPના અગ્રણી કિશોર દેસાઈ, ગુજરાત પ્રભારી મુકેશ પ્રભારી ગુજરાત રાજેશ શર્મા, જિલ્લા પ્રભારી કે.પી.શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે મિટિંગ દરમ્યાન AAPના ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ રાજ તેમજ ભરૂચ જિલ્લા આરોગ્ય મંત્રી તરીકે સાદીક લવલીની નિમણૂંક કરવામાં આવી હતી.