અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹11.72 લાખના હેરોઈનના મુદ્દામાલ સંબંધિત NDPS એક્ટના ગુનામાં ફરાર રહેલા આરોપીને ભરૂચ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયાના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે ભોલાવ એસ.ટી. ડેપો નજીક રોડ પરથી ફરાર આરોપી સંતોષ જોગેશ્વર યાદવ (રહે. લક્ષ્મણનગર, મારુતિધામ-2 પાસે, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. 13 જાન્યુઆરી, 2026ના રોજ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
