મૂળ પાવી-જેતપુર અને હાલ અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સિટી ખાતે રહેતા વિષ્ણુ દલસુખ રાઠવાએ અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ નિરંજન પેટ્રો કેમ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. નોકરી બાદ તેઓ રીક્ષા ચલાવે છે. જેઓએ પોતાની રીક્ષા નંબર-જી.જે.16.એ.એક્સ.2180 કંપનીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે સમયે વાહન ચોરો ત્રાટકી 2 લાખની કિંમતની રીક્ષા ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે સમયે પોલીસે બાતમીના આધારે યોગી એસ્ટેટ નાકા પાસેથી સુનિલ પરબત નાયક નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.