કોરોના કાળમાં ધંધામાં નુકશાન અને આર્થિક મંદી ને કારણે લૂંટફાટના બનાવો હવે સામાન્ય બની ગયા છે અમદાવાદમાં લૂંટારુઓ અને ચોર બેફામ બન્યા છે શહેરના પૂર્વ વિસ્તારોમાં ભયનું વાતવરણ ફેલાયું છે અહીં માત્ર 48 કલાકમાં એક સ્ક્રોપીયો કારની ચોરી તેમજ નિકોલ વિસ્તારમાં એક કોન્ટ્રકટર પર તીક્ષણ હથિયારથી હુમલો કરી સોનાની ચેન લૂંટી લેવામાં આવી હતી.
અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં મલબાર બંગ્લોઝની બહાર ખુલ્લા પ્લોટમાં બેસી ચર્ચા કરતા કોન્ટ્રાકટર પર રિક્ષામાં આવેલ 5 અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. કોઈ કઈ સમજે તે પહેલા આ લૂંટારુઓ ગળામાંથી 40 હજારની કિંમતની સોનાની ચેન લુંટતી ફરાર થઇ ગયા આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. સાંજના સમયે બનેલ આ ઘટનાથી ભય નું વાતાવરણ ફેલાયું છે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
તો બીજી ઘટના ઓઢવ વિસ્તારની છે જ્યા એક વેપારીએ પોતાની સ્ક્રોપીયો કાર પાર્ક કરી હતી પણ અંધારાનો લાભ લઇ બે ચોરોએ ગણતરીની મિનિટીઓમાં કાર ચોરી ફરાર થઇ ગયાં હતાં. આમ શહેરમાં ચોરી અને લૂંટફાટ ના બનાવો દિવસેને દિવસે વધી રહયા છે ત્યારે શહેરીજનોમાંથી માંગણી ઉઠી છે કે પોલીસે હવે કડક પગલાં લેવા જોઈએ. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર છે અને અહીં પોલીસનો ખોફ ના રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં હત્યા અને લૂંટફાટના બનાવો સામે આવી રહયા છે ત્યારે હવે શહેર પોલીસે પણ પોતાની ધાક બતાવવી પડશે.