ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે કરછના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવાના મામલામાં ઝડપાયેલ 8 પાકિસ્તાનીઓને અમદાવાદ એટીએસ મુખ્યાલય લાવવામાં આવ્યા હતા.
ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિકારી ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો આશરે 40 નોટીકલ માઇલ પાકિસ્તાનની બોટ ‘‘નુહ’’ માં આવવાનો છે અને પંજાબ જવાનો છે જે બાતમી આધારે એ.ટી.એસ.ની ટીમ તથા દ્રારકા એસ.ઓ.જી. જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચઅધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી અને ઓપરેશન કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.
એટીએસના દાવા મુજબ પાકિસ્તાન માફિયા સિંકદર જે લાહોરમાં રહે છે તેણે ડ્રગ્સનો જથ્થો ગુજરાત થી પંજાબ મોકલવાનો પ્લાન કર્યો હતો. એટીએસના કેહવા મુજબ આરીફ જે બોટનો માલિક છે તેમણે પોતાના ઘરે આ જથ્થો રાખ્યો હતો આ ષડયંત્રમાં માંડવીનો એક શાહિદ સુમરા પણ સંડોવાયેલ છે અગાઉ તે એટીએસ અને એનઆઈએના કેસમાં વોન્ટેડ છે અને હાલમાં દુબઇ છે અગાઉ તેમણે ડ્રગ પંજાબ મોકલ્યું હતું તેથી પાકિસ્તનના ડ્રગ્સ માફિયા તેના પર ભરોસો કરતા હતા આરોપીઓને કોર્ટમાં રજુ કરી 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ ષડયંત્ર માં સામેલ ફરાર આરોપીઓને પકડવા તપાસ તેજ કરવામાં આવી છે.