અમદાવાદ : બાપુનગરના શ્યામ શિખર ટાવરમાં ભીષણ આગ, 13 ફાયર ગાડીઓએ આગ કાબૂમાં લીધી

New Update
અમદાવાદ : બાપુનગરના શ્યામ શિખર ટાવરમાં ભીષણ આગ, 13 ફાયર ગાડીઓએ આગ કાબૂમાં લીધી

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામ શિખર ટાવરમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી હતી.

અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે 6:55 કલાકે બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામ શિખર ટાવરમાં ભીષણ આગ લાગી હતી. આગને પગલે આસપાસના લોકોમાં ભાગદોડ મચી હતી. કોમ્પ્લેક્ષની આસપાસ મોટા સાઇન બોર્ડ લાગેલા હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આગની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક 13 જેટલી ફાયર ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં 15 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી જોકે વહેલી સવારે દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આગની ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ દુર્ઘટનામાં આશરે 15થી વધુ દુકાનોમાં લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. જો કે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં ચાની કીટલી હતી તેમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હોવાનું અનુમાન લાગવાઇ રહ્યું છે.

Read the Next Article

લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો, ટેસ્ટ સીરીઝમાં ફટકાર્યા સૌથી વધુ છગ્ગા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. તેંડુલકર-એન્ડરસન શ્રેણીમાં ઘણા રેકોર્ડ તૂટી રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ મેચોમાં સિક્સરનો રેકોર્ડ પણ તૂટ્યો છે

New Update
criet

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. તેંડુલકર-એન્ડરસન શ્રેણીમાં ઘણા રેકોર્ડ તૂટી રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ મેચોમાં સિક્સરનો રેકોર્ડ પણ તૂટ્યો છે. આ શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોએ એટલી બધી સિક્સ મારી છે કે આજ સુધી કોઈ ટીમ શ્રેણીમાં આટલી બધી સિક્સર ફટકારી શકી નથી, જ્યારે આ શ્રેણીની હજુ બે મેચ છે અને ભારતની એક ઇનિંગ બાકી છે.

ભારતે છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો

ભારતે આ શ્રેણીમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડ સામે 36 છગ્ગા ફટકાર્યા છે. ટીમ ઇન્ડિયાને આ પાંચ મેચની શ્રેણીમાં 10 ઇનિંગ રમવાની તક મળશે, જેમાંથી ભારતે આ રેકોર્ડ ફક્ત પાંચ ઇનિંગમાં તોડી નાખ્યો છે. ભારત પહેલાં આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુઝીલેન્ડના નામે હતો. વેસ્ટ ઇન્ડીઝે 1974-75માં ભારત સામે પાંચ મેચની શ્રેણીમાં 32 છગ્ગા ફટકાર્યા હતા. તે સમયે કેરેબિયન ટીમ ભારતના પ્રવાસે આવી હતી.

2014-15માં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી શ્રેણીમાં પણ કંઈક આવું જ બન્યું હતું. જોકે, આ ટેસ્ટ શ્રેણી ત્રણ મેચની હતી. UAE માં રમાયેલી આ શ્રેણીમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામે 32 છગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડના છગ્ગાનો રેકોર્ડ તોડીને ભારત કોઈપણ ટીમ સામે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર દેશ બની ગયો છે.