/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/02131602/maxresdefault-13.jpg)
અમદાવાદ જિલ્લાના ધંધુકા-ફેદરા માર્ગ પર હરીપુરા નજીક ગેસના બાટલા ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ થતાં 4 લોકોને ઈજા પહોચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલા સહિત 108 ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર, ધંધુકા-ફેદરા માર્ગ પર હરીપુરા ગામના પાટીયા નજીક ગેસના બાટલા ભરેલી એક ટ્રકમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જોકે ટ્રકમાં બ્લાસ્ટ થતા જ ચારે બાજુ અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટના સમયે આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હરીપુરા નજીક ટ્રકમાં બ્લાસ્ટ સમયે બાજુમાંથી પસાર થતી કારમાં સવાર 4 લોકોને ગંભીર ઈજા પહોચી હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો તેમજ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને સરવાર અર્થે ધંધુકાની RMS હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. જોકે પોલીસે ટ્રાફિક જામને હળવો કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. ઉપરાંત ઘટના સમયે હાજર કેટલાક લોકો બ્લાસ્ટનો વિડિયો તેમજ સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ કર્યો હતો.