અમદાવાદ: ABVP અને NSUI બાદ હવે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ પણ મેદાનમાં ,જુઓ કયુ અભિયાન શરૂ કરાયું

અમદાવાદ: ABVP અને NSUI બાદ હવે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ પણ મેદાનમાં ,જુઓ કયુ અભિયાન શરૂ કરાયું
New Update

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારો દેખાવ કર્યા બાદ આપ પાર્ટી હવે રાજ્યભરમાં પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે ત્યારે આજે અમદાવાદ ખાતે   23 માર્ચ 2021 ના રોજ ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુના શહીદ દિવસે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) એ CYSS સદસ્યતા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે.

 અમદાવાદના ખોખરા સર્કલ પાસે આજે આપ પાર્ટી  પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરાઠિયા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તુલી બેનર્જી તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ હર્ષિલ રોહિત ની હાજરીમાં ભગતસિંહ જીની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા અને ત્યારબાદ  CYSS સદસ્યતા અભિયાન નો Miss Call નંબર 84 69 601 601 પણ લોન્ચ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં આપના યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આપ પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે શાહિદ ભગતસિંહ યુવાઓના આઇકોન છે તેથી અમે અમારા પાર્ટીની યુવા સંગઠનની રચના કરવામાં આવી છે ભગતસિંહના બલિદાન દિવસ હોઈ રાજ્યના દરેક છાત્રો અમારી યુવા પાંખમાં જોડાઈ અને તેના વિચારો અને તેમના મૂલ્યોવાળું ભારત બનાવે તેવી આશા છે અમે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તેમાં રાજયભરના છાત્રોનો ડેટા એકત્ર કરવામાં આવશે રાજ્યભરના છાત્રોના પ્રશ્નો અને સમસ્યા માટે  લડત આપશે. આમ રાજયમાં ભાજપની વિદ્યાથી પાંખ એબીવીપી અને કોંગ્રેસની એનએસયુઆઈ બાદ હવે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ પણ મેદાને છે

#AAP #Gopal Italia #ABVP #NSUI #Shahid Divas #CYSS
Here are a few more articles:
Read the Next Article