અમદાવાદમાં આવેલ ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં અચાનક આગ લાગતાં પાર્ક કરવામાં આવેલાં 50થી વધારે વાહનો ભસ્મીભુત થઇ ગયાં હતાં.

અમદાવાદમાં આવેલ ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં આજરોજ 50 થી વધુ બાઈક આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. પાર્ક કરેલા મોટા ભાગના વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમા અમુક વાહનો તો બળીને ખાખ થઈ ગયા છે તો અમુક ને આંશિક નુકશાન થયું છે. આગના પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ધુમાડાના ગોટેગોટા તેમજ આગની જવાળાઓને પગલે ગોતા બ્રિજ ઉપર પણ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય હતી. મહાનગરપાલિકાના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતાં લોકોએ હાશકારો લીધો હતો. આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ પણ અકબંધ રહ્યું છે.