/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/19163601/maxresdefault-215.jpg)
અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર દરમ્યાન લોકોની મજા હવે સજા બની રહી છે. લોકોની ભીડ અને બેદરકારીના કારણે હોસ્પિટલોમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર સ્ટાફ સહિત કોરોના પોઝિટિવ આવ્યા છે, જેને લઈને તબીબ આલમમાં પણ ભયની ભીતિ જોવા મળી છે. તેવામાં હવે વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં કોરોનાના કેસનો વધારો જોવા મળતા અનેક સોસાયટીઓ સીલ કરવામાં આવી છે.
અમદાવાદમાં દિવાળી દરમ્યાન લોકો લોકો બેફામ બની તહેવારની મજા માળી હતી, ત્યારે લોકોની મજા હવે એકબીજા માટે સજા બની છે. કોરોનાના કેસની સંખ્યા વધતા વસ્ત્રાપુર વિસ્તારની અનેક સોસાયટીઓને સીલ કરવામાં આવી છે. હાલ કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થયો છે. દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બોડકદેવમાં આવેલી પ્રેમચંદનગર સોસાયટીમાં એક સાથે 40 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે પ્રેમચંદનગરમાં કેસ વધતા સોસાયટી ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારની અનેક સોસાયટીઓમાં કેસનો વધારો જોવા મળી રહ્યો છે, તો એએમસી દ્વારા પણ નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.