અમદાવાદ: BRTS બસ અકસ્માત કેસમાં આરોપી બસ ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખી કરાયુ રિકન્સ્ટ્રક્શન

New Update
અમદાવાદ: BRTS બસ અકસ્માત કેસમાં આરોપી બસ ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખી કરાયુ રિકન્સ્ટ્રક્શન

અમદાવાદ શહેરના

પાંજરાપોળ પાસે 21 નવેમ્બરે BRTS બસે એક બાઈકને

અડફેટે લેતા બે સગાભાઈઓના ઘટના સ્થળે મોત થયા હતા. BRTS બસ અને બાઈક વચ્ચે

થયેલા અકસ્માત કેસમાં  ટ્રાફિક પોલીસ દ્વારા આરોપી બસ ડ્રાઇવર ચિરાગ

પ્રજાપતિને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ટ્રાફિક એસીપી એ. એમ

પટેલ અને FSLની ટીમે સમગ્ર ઘટના કઈ રીતે બની તેની સમગ્ર માહિતી મેળવી હતી.

રિકન્સ્ટ્રક્શન બાદ તેનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે.પોલીસે કરેલી

તપાસ અને FSL રિપોર્ટ તેમજ રિકન્સ્ટ્રક્શનમાં બસચાલકે રેડ સિગ્નલમાં બસ ચલાવી જ્યારે

બાઈકચાલકે યલો સિગ્નલમાં નીકળ્યો હતો. આરોપી ચિરાગ બસ રોકી અકસ્માત નિવારી શકતો

હોવા છતાં તેણે રેડ સિગ્નલમાં બસ ચલાવી દીધી હતી.FSL રિપોર્ટમાં ખુલાસો

થયો છે કે,બસના ચાલકે બે ભાઇઓને ઉડાવ્યા છતાં પણ બ્રેક મારી ન હતી. એફએસએલ રિપોર્ટ

મુજબ, સ્થળ તપાસ દરમિયાન બીઆરટીએસના ચાલકે અકસ્માતના થોડા સમય બાદ હોબાળો થતાં

બ્રેક મારી હતી, પરંતુ બે ભાઇઓને બચાવવા માટે બ્રેક જ મારી ન હતી.

Latest Stories