અમદાવાદ : કોરોનાની રસી લેવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે

અમદાવાદ : કોરોનાની રસી લેવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે
New Update

ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટમાં કોરોના વેકસીનેશનના સંદર્ભમાં ડ્રાયરન શરુ કરવામાં આવ્યું છે. જેમાં ઇમ્યુનાઇઝેશન ઓફિસર ડૉ. નયન જાનીની હાજરીમાં તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી.

ગુજરાતમાં એક કેન્દ્ર પર દરરોજ 100 લોકોને રસી મળી રહે તેવી ગણતરી સાથે દરરોજ 16 લાખ લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 16 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવા માટે તાલીમબદ્ધ કરાયા છે. રસીકરણ પ્રક્રિયાના નિરીક્ષણ અને વિશ્લેષણ માટે ચાર નિષ્ણાત તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. કોરોનાની રસી લેવા માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ રસીનો ડોઝ 28 દિવસમાં બે વખત 14 દિવસના અંતરે લેવાનો રહેશે. રસી

રસીકરણ પ્રોગ્રામના અમલીકરણ પહેલાં રસીકરણની જુદી-જુદી પ્રક્રિયા માટે ડ્રાય રન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે દેશના ચાર રાજ્યોની પસંદગી કરવામાં આવી છે, ગુજરાતમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં તથા રાજકોટ શહેર અને જિલ્લામાં ડ્રાય રન યોજાઈ રહ્યું છે. આ બંને જિલ્લાઓમાં વેક્સિનેશન માટે 19 સેશન સાઇટ નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના છ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર તથા 2189 કોલ્ડ ચેઈન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે.

#Rajkot #Ahmedabad #Covid 19 #Gandhinagar #Corona vaccine #Ahmedabad News #Gujarat Corona News #Corona Virus Ahmedabad
Here are a few more articles:
Read the Next Article