કેન્દ્રીય કેબિનેટની આજની બેઠકમાં 4 મહત્વના નિર્ણય લેવાયા છે.

અમદાવાદ (સરખેજ)થી ધોલેરા વચ્ચે સેમિ હાઈસ્પીડ ડબલ-લાઇન રેલ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી અપાઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ સરકારે કેબિનેટ બેઠકમાં કુલ રૂપિયા 3,18,165 કરોડની મહત્વની યોજનાઓને મંજૂરી અપાઈ છે.

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ધોલેરામાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે અને તેને એક વિશાળ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસાવાઈ રહ્યું છે. ત્યારે આજે કેબિનેટ બેઠકમાં સેમિ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. જેની પાછળ અંદાજે રૂપિયા 20,665 કરોડનો ખર્ચ કરાશે. આ પ્રોજેક્ટથી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશેજે સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને સ્થાનિક વેપાર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.