/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/10130925/maxresdefault-107-19.jpg)
અમદાવાદની ડીપીએસ ઇસ્ટ શાળાની માન્યતા શિક્ષણ વિભાગે રદ કરી દેતાં 400થી વધારે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે. આગામી એપ્રિલ માસથી શાળા બંધ કરી દેવામાં આવશે.
હાઇકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે ડીપીએસ ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થવાની પ્રક્રિયા ફરી કરવા જણાવ્યું હતું. સ્કૂલના તમામ દસ્તાવેજો રજુ કરવા માટે શાળા સંચાલકોને તક પણ આપવામાં આવી હતી. પરંતુ પહેલાં અમદાવાદ પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ નિયામકની સુનાવણીમાં સ્કૂલ સંચાલકોને સાંભળવામાં આવ્યા હતા, જેમાં સ્કૂલે માન્યતા વગર જે વર્ગો ચલાવ્યા તેને ધ્યાને લઇને ફરી નિયમ પ્રમાણે માન્યતા રદ અને 50 લાખનો દંડ કરાયો છે.
જો સ્કૂલે ફરી માન્યતા મેળવવા માટેની ફાઇલ ગુજરાત શિક્ષણ વિભાગમાં રજૂ કરવી હશે તો પણ પહેલાં 50 લાખનો દંડ ભરવો ફરજિયાત રહેશે. ત્યારબાદ જ સ્કૂલની નવી માન્યતા માટેની પ્રક્રિયા શક્ય બની શકશે. આ સાથે આગામી એપ્રિલ માસથી સ્કૂલ બંધ કરવાનો પણ નિર્ણય કરાયો છે. આ વર્ષે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે સ્કૂલ તાત્કાલિક ધોરણે બંધ કરાશે નહીં.સ્કૂલ બંધ થવાના નિણર્યથી વાલીઓમાં ચિંતા વ્યાપી છે અને વિદ્યાર્થીઓને ડીપીએસ ની બીજી સ્કૂલમાં પ્રવેશ આપવાની માંગ કરી છે.