વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટુડન્ટસ્ એન્ડ યુથ. દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજિત હોળી કલ્ચર ફેસ્ટિવલમાં IPS અજય ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વસુધૈવ કુટમ્બકમના નારાને સાર્થક કરતા WOSY દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્ય કરવામાં આવે છે. આજ ક્રમાંકમા ગુજરાતમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ માટે હોળીના તહેવાર નિમિત્તે WOSY દ્વારા હોળી કલ્ચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ અને વડોદરામાં રહેતા ૩૦૦થી વધારે વિદેશી વિદ્યાર્થીઓ જોડાયા હતા.કાર્યક્રમમાં અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ, મ્યાનમાર, કઝાકીસ્તાન, નાઇજીરીયા, ઈન્ડોનેશિયા, કંબોડિયા વગેરે દેશના સાંસ્કૃતિક ગીત અને નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ: ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે હોળી ફેસ્ટિવલનું કરવામાં આવ્યું આયોજન
ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજિત હોળી કલ્ચર ફેસ્ટિવલમાં IPS અજય ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
