ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
સીટી સેન્ટર બસ સ્ટેશન ખાતે આયોજન
સ્વરછતા અભિયાન હાથ ધરાયુ
સાફ સફાઈ કરવામાં આવી
લોકોને જાગૃત કરવાનો પ્રયાસ
ભરૂચ સીટી બસ સેન્ટર ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વરછતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બસ સ્ટેન્ડમાં સાફ સફાઈ કરવામાં આવી હતી
ભરૂચ સીટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
‘સ્વચ્છતા એ જ પ્રભુતા’ના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિના ક્લબના પ્રમુખ વંદના શેટ્ટી, સુરભી તંબાકુવાળા, એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત રોટરી ક્લબના સભ્યો અને એસટી ડેપોના કર્મચારીઓ જોડાયા હતા.આ દરમિયાન બસ સ્ટેશન પર સફાઈ કરી મુસાફરોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. બસ સ્ટેન્ડ કે બસમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ ભોલાવ બસ સ્ટેશન ખાતે પણ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
