ભક્તોના દુઃખડા હરતા માં દશામાં વ્રત પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા
ભરૂચ શહેરમાં ભક્તોના દુઃખડા હરતા માં દશામાના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 12મી તારીખથી શહેરભરમાં દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે, ત્યારે દશામાના સ્થાપન પૂર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. ઢોલ-નગારાના તાલ અને ભક્તિમય માહોલ વચ્ચે નીકળેલી શોભાયાત્રામાં દશામાના ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.શોભાયાત્રા દરમિયાન રસ્તાઓ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દશામાની આરાધના અને ભક્તિગીતોના ગુંજારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વ્રતના પ્રારંભને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
