અમદાવાદ: અમેરિકાની જેમ શરૂ થયું ડ્રાઇવ થ્રુ વેકસીનેશન

New Update
અમદાવાદ: અમેરિકાની જેમ શરૂ થયું ડ્રાઇવ થ્રુ વેકસીનેશન

અમદાવાદ શહેરમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે પરંતુ સરકારે તેને ડામવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે. પહેલાં જીએમડીસી મેદાનમમાં ડ્રાઇવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગની સફળતાથી પ્રેરાઈને અમદાવાદમાં અમેરિકાની જેમ ડ્રાઇવ થ્રુ વેક્સીનેશનનો શુભારંભ થયો છે. આજે શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં AMC દ્વારા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.

publive-image

આ વેક્સિનેશન 45 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિ માટે કરવામાં આવ્યું છે.વહેલીસવારથી આજે કતાર શરૂ થઈ હતી. રસીકરણ માટે જુદા જુદા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. અહીંયા આવનાર વ્યક્તિએ અગાઉથી કોવીન એપ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. તેમના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા સ્પોટ પર જ થઈ શકશે ફક્ત ઉંમરના આધારનો પુરાવો આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવાનું રહેશે.આજે અમદાવાદીઓઓએ વહેલીસવારથી ઉત્સાહભેર મોટી સંખ્યામાં વેક્સીન લઈ અને લોકોને પણ વેક્સીન લેવા માટે અપીલ કરી છે. અમદાવાદમાં આ કાર્યક્રમ કાયમી ધોરણ યોજાશે. જેમાં આગામી સમયમાં અનુભવોને આધારે પડતી અગવડોને દૂર કરવામાં આવશે.

Latest Stories