અમદાવાદ : કોરોના સામે રક્ષણ નથી આપતા ફિલ્ટર-વાલ્વવાળા માસ્ક, જુઓ રાજ્ય સરકારે શું કર્યો આદેશ..!

અમદાવાદ : કોરોના સામે રક્ષણ નથી આપતા ફિલ્ટર-વાલ્વવાળા માસ્ક, જુઓ રાજ્ય સરકારે શું કર્યો આદેશ..!
New Update

હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે માસ્ક બાબતે રાજ્ય સરકારે મહત્વનો આદેશ જાહેર કર્યો છે. રાજ્ય સરકારે તમામ વિભાગોને લેખિત આદેશ કરી ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક ન પહેરવા સૂચના આપી છે. જોકે આ પાછળનું કારણ એ છે કે, આવા માસ્ક લોકોને કોરોના સામે રક્ષણ આપતા નથી.

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો આદેશ જાહેર કર્યો છે. જેમાં આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને એક પત્ર મોકલ્યો છે. આ સાથે જ જે તે આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, પોતાના વિસ્તારના લોકોને ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક ન પહેરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોમાં આવા માસ્ક ન પહેરવા અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો શરૂ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક દ્વારા તા. 5મી ઓક્ટોબરના રોજ લખવામાં આવેલા પત્રમાં જણાવ્યુ છે કે, "કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી. આ સમયે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે. હાલમાં પ્રજાજનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના માસ્ક પૈકી ફિલ્ટર કે, વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આવા માસ્ક કોરોનાનાં વિષાણું સામે પૂરતું રક્ષણ આપતા નથી. જેથી ભારત સરકકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ન કરવા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જોકે વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી પણ ફિલ્ટર કે, વાલ્વવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે ભલામણ કરવામાં આવી છે. WHOના મતે આ પ્રકારના માસ્કને કારણે કોરોનાનું સંક્રમણ અટકાવી શકાતું નથી. જે બાદમાં ભારત સરકારે પણ આવા માસ્કનો ઉપયોગ ન કરવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી.

#Connect Gujarat #Ahmedabad #Ahmedabad Police #Beyond Just News #Ahmedabad Collector #Ahmedabad Corona #ahmedabad mask #ahmedabad corona checking
Here are a few more articles:
Read the Next Article