અમદાવાદ : સરકારનો મોટો નિર્ણય; હોસ્પીટલમાં દાખલ થવા હવે 108ની નહીં પડે જરૂર

અમદાવાદ: આખરે હવે માં કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડનો કોરોનાની સારવારમાં ઉપયોગ થઈ શકશે, વાંચો કેટલો મળશે લાભ
New Update

રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજના 14 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્ય છે. તેમાં પણ સૌથી વધુ ખરાબ હાલત અમદાવાદની છે. અમદાવાદમાં સતત પાંચમા દિવસે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ દરમિયાન અમદાવાદ શહેરમાં કોવિડની વર્તમાન સ્થિતિમાં શહેરીજનોને રાહત આપવા મોટું પગલું લેવામાં આવ્યું હતું. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા, જેનો અમલ આવતીકાલથી કરવામાં આવશે.

ગુજરાતમાંથી આવતા દર્દીઓ પોતાના વાહનમાં આવે તો પણ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થઈ શકશે. ગુજરાતના કોઈપણ સ્થળેથી આવતી એમ્બ્યૂલન્સ કે વાહનથી અમદાવાદની હોસ્પિટલમાં દર્દી દાખલ થઈ શકશે. મહાનગરપાલિકાએ અમદાવાદની તમામ હોસ્પિટલોને 75 ટકા બેડ કોરોના માટે રાખવા આદેશ કર્યો. 75 ટકા બેડ કોરોના માટે ફાળવાતા હવે અમદાવાદમાં કોરોનાની સારવાર શક્ય બનશે. અત્યાર સુધી ગુજરાતના અન્ય સ્થળોથી આવતા દર્દીઓને અમદાવાદમાં દાખલ થવામાં મુશ્કેલી થતી હતી.

સરકાર દ્વારા નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે:

  • કોવિડ હોસ્પિટલમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જરૂરિયાત હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે. હોસ્પિટલોએ કોવિડ દર્દીઓ કોઈપણ રીતે પહોંચે તો તેમને દાખલ કરવાના રહેશે.
  • શહેરમાં કોવિડ સારવાર પૂરી પાડતી તમામ ખાનગી હોસ્પિટલોએ તેમની ચાલુ ક્ષમતાના 75 ટકા બેડ કોવિડ સારવાર માટે પૂરા પાડવાની રહશે. એટલે કે કોવિડ સિવાયના દર્દીઓ માટે 25 ટકા બેડ જ ઉપલબ્ધ રહેશે. આનાથી શહેરમાં કોવિડ સારવાર માટે વધારાના 1000 બેડ ઉપલબ્ધ થશે.
  • દર્દીને ઝડપથી દાખલ કરી શકાય તે માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિપાત પણ તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવી છે.
  • કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં એએમસી ક્વોટામાં દાખલ થવા 108 સેવાનો કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત પણ નહીં રહે.
  • કોરોના દર્દીની ઝડપથી સારવાર થઈ શકે અને તાત્કાલિક દાખલ કરી શકાય તે માટે ઓપીડી-ટ્રાઇએજની સુવિધા પૂરી પાડવાની રહેશે.
  • હોસ્પિટલોએ રાજ્ય સરકારના પોર્ટલ પર બેડની રીયલ ટાઈમ માહિતી સતત આપવી પડશે.
  • હોસ્પિટલની બહાર વિશાળ ડિસ્પ્લે બોર્ડ પર વાંચી શકાય તે રીતે રીયલ ટાઈમ માહિતી આપવી પડશે.
  • 108 સેવાના કંટ્રોલ રૂમનનું સંચાલન એએમસીના અધિકારીઓ તથા રાજ્ય સરકારની આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે કરશે.
  • ટેક્નિકલ કારણોસર તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તેવા કોઈ પણ દર્દીને સારવારની ના પાડી શકાશે નહીં.
#CM Vijay Rupani #CMO Gujarat #Ahmedabad News #Ahmedabad Collector #108 ambulance #Ahmedabd Police
Here are a few more articles:
Read the Next Article