નોનવેજ અને ઈંડાની લારી હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ AMCની ઝાટકણી કાઢી છે.દબાણના નામે લારી ઉપાડવા મુદ્દે હાઈકોર્ટે કડક વલણ AMC સામે રાખ્યું છે. કોર્પોરેશન શહેરમાં મુખ્ય માર્ગો પર અને ધાર્મિક સ્થાનોની આસપાસ 100 મિટરના એરિયામાં ઈંડા અને નોનવેજન્ય લારીઓ હટાવવાના નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ મામલે કાચું કાપ્યું હોવાનું AMC તંત્ર માં ચર્ચાઈ રહ્યું છે.ગુજરાત હાઇકોર્ટે AMC નો ઉધડો લીધો છે. જેમાં ઈંડા અને નોનવેજની લારીએ મુદ્દે ઝાટકણી કાઢી હતી. તેમાં દબાણના નામે લારી ઉપાડવા મુદ્દે ઉધડો લીધો છે. ગુજરાત હાઇકોર્ટે લોકો શું ખાયએ કોર્પોરેશન નક્કી કરશે? ખાવા-પીવામાં સત્તાપક્ષના વિચારો આધીન ન બનાવી શકાય. જેમાં હાઇકોર્ટ AMC ને અરજન્ટ નોટિસ ઇશ્યુ કરી છે. પહેલા AMC દ્વારા ફક્ત જોધપુર વોર્ડમાં જ ટ્રાફિકને નડતરરૂપ સ્ટ્રીટ લેન્ડ,રસ્તા પર દબાણ કરીને લારી, જિલ્લા, ટેમ્પા પાથરણાવાળા અને દૂર કરીને ફક્ત 231 દબાણ દૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ઈંડાની લારીઓ હટાવવાની ઝુંબેશને પગલે મહાનગર પાલિકા ભીંસમાં આવી જવાને પગલે પદાધિકારીઓ અને કેટલાક કોર્પોરેટરોની તાબડતોબ મિટિંગ બોલાવી હતી.