અમદાવાદ: ધૂળેટી પર રંગ ઉડાડયો તો તમારી ખેર નથી, જુઓ પોલીસે કયા નિયમો બનાવ્યા

અમદાવાદ: ધૂળેટી પર રંગ ઉડાડયો તો તમારી ખેર નથી, જુઓ પોલીસે કયા નિયમો બનાવ્યા
New Update

રાજ્યમાં બેકાબુ કોરોના વચ્ચે સરકારે ધુળેટીની ઉજવણી પર રોક લાગવી છે અને રંગોત્સવના કાર્યક્રમની પણ મનાઈ ફરમાવામાં આવી છે ત્યારે અમદાવાદમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ધુળેટીને લઇ અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

અમદાવાદ પોલીસે ધૂળેટીના દિવસે જાહેર ઉજણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે અને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાં અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેની પ્રદક્ષિણા કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય  તેની તકેદારી રાખવા માટે પોલીસે જણાવ્યું છે.  રસ્તા પર આવતા જતા રાહદારીઓ કે વાહનો અને મિલ્કતો પર રંગ પણ ઉડાડી નહીં શકાય. આ જાહેરનામું તારીખ 28મીથી અમલમાં આવશે અને તારીખ 29મી માર્ચ રાત્રે 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે.આ સાથે જ હોળી અને ઘુળેટી દરમિયાન શહેરના માર્ગો પર પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે.જાહેરનામાં અંતર્ગત જાહેર માર્ગો પર આવતા જતા લોકો પાસેથી હોળીના તહેવાર નિમિત્તે ગોઠ ઉઘરાવી પણ નહીં શકાય. પોલીસ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિઓ સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરશે. આ જાહેરનામાં સાથે સાથે રાત્રિ કર્ફ્યૂ પણ અમલમાં હોવાથી હોળી દહનના કાર્યક્રમ પણ રાત્રિના 9.00 વાગ્યા પહેલાં પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે

#Dhuleti #amdavad news #Amdavad #amdavad police #Connect Gujarat #Holi 2021 #Dhuleti Guideline
Here are a few more articles:
Read the Next Article