અમદાવાદ : જીતો સંસ્થાએ જરૂરિયાતમંદો માટે શરૂ કરી “ઓક્સિજન બેન્ક”, નજીવા દરે દર્દીઓને મળશે ઓક્સિજન મશીન

New Update
અમદાવાદ : જીતો સંસ્થાએ જરૂરિયાતમંદો માટે શરૂ કરી “ઓક્સિજન બેન્ક”, નજીવા દરે દર્દીઓને મળશે ઓક્સિજન મશીન

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે, ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે માટે બે માંગ સૌથી વધુ રહી છે, એક છે રેમડીસીવર ઇન્જેક્શન અને બીજી છે ઓક્સિજન. આ બન્ને પુરવઠાની ઘટ રાજ્યભરમાં વર્તાઈ રહી છે. જેના કારણે અનેક દર્દીઓને યોગ્ય સમયે ઓક્સિજન નહીં મળતા મૃત્યુ પામે છે અથવા તબિયત ખરાબ થઇ રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં જીતો નામની સંસ્થાએ જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઓક્સિજન બેન્કની શરૂઆત કરી છે.

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનનો સપ્લાય ઘટી રહ્યો છે. અનેક દર્દીઓ ઓક્સિજન માટે વલખા મારી રહયા છે, ત્યારે અમદાવાદની જીતો સંસ્થા દ્વારા શહેરમાં ઓક્સિજન બેન્કની શરૂઆત કરવામાં આવી છે. આ ઓક્સિજન બેન્ક કારગર સાબિત થશે અને તેના માટે નોમિનલ ચાર્જ રાખવામાં આવ્યો છે. માત્ર 100 રૂપિયા પ્રતિદિવસ લોકોએ ચાર્જ આપવાનો રહેશે. વર્તમાન સ્થિતિને જોતા સંસ્થા દ્વારા હાલ 50 મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, અને જરૂરિયાત મુજબ બીજા 100થી વધુ મશીનો પણ ખરીદવામાં આવશે. કોઈ દર્દી હોમ ક્વોન્ટાઇન હોઈ તો તેઓને ઘરે જઈને ઓક્સિજન મશીન આપવામાં આવશે. જીતો સંસ્થાના ચેરમનેનના જણાવ્યા અનુસાર, વર્તમાન સ્થિતિમાં કોરોના દર્દીને ઓક્સિજનની જરૂરિયાત સૌથી વધુ રહે છે, તેથી આ ઓક્સિજન બેન્કની શરૂઆત કરવામાં આવી છે. જે લોકો હોસ્પીટ્લાઈઝ નથી તે લોકોને જો ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન બેન્ક દ્વારા મદદ કરવામાં આવશે.

Latest Stories