અમદાવાદ: વેપારીને ફેસબુક પર અજાણી યુવતીનીફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવાનું ભારે પડ્યું,જુઓ શું છે મામલો

New Update
અમદાવાદ: વેપારીને ફેસબુક પર અજાણી યુવતીનીફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવાનું ભારે પડ્યું,જુઓ શું છે મામલો

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો અને ફેસબુક જેવા માધ્યમ પર કોઇક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો, કારણ કે એક ભૂલ થી આખીય જિંદગી પસ્તાવાનો વખત આવશે. ફેસબુક પર આવેલ અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું અમદાવાદના એક વેપારીને ભારે પડ્યું છે.

અમદાવાદની રબારી કોલોની ચાર રસ્તા નજીક રહેતા એક વેપારીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે વર્ષ ૨૦૨૦ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો.

અને મોબાઇલથી પણ વાતચીત થતી હતી તે યુવતીએ કહ્યું હતું કે તે પોતે સુરત છે પરંતુ તેની બહેન અમદાવાદ રહે છે એટલે તે અમદાવાદ આવશે ત્યારે વેપારી ને મળવા બોલાવશે.૨૧ મી સપ્ટેમ્બરે યુવતીએ વેપારીને વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યા હતા. જોકે તેના બનેવી જોઈ જશે તેવું કહીને આ યુવતી વેપારીને અસલાલી પાસે એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી જ્યાં બંને થોડો સમય વાતચીત કરી હતી બાદમાં છુટા પડયા હતા. બીજે દિવસે વેપારીના ફોન પર મહિલા પોલીસ સ્ટેશનના નામથી ફોન આવ્યો હતો કે આ યુવતીએ તેની વિરુદ્ધમાં અરજી આપી છે.

જોકે બાદમાં રાધિકા મોદી અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ તેઓને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યા હતા અને જીતેન્દ્રએ તેમને કહ્યું હતું કે પોતે ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા હતા અને હાલ રીટાયર્ડ છે અને સેવાનું કામ કરે છે. ફરિયાદીને કહ્યું હતું કે જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે અઢી લાખ અમને અને અઢી લાખ રૂપિયા પોલીસને વહીવટ કરવો પડશે.

જોકે ફરિયાદીએ ગભરાઈને રૂપિયા પાંચ લાખ આપી દેતા અરજી પરત ખેંચી હતી અને સમાધાન કર્યું હતું.આ ગેંગ એ ૨ જી ફેબ્રુઆરી એ વધુ એક વેપારી ને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી વિરુદ્ધ માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બનાસકાંઠાનો સસ્પેન્ડ પોલીસકર્મી અને ઉન્નતિ નામની મહિલા સહિત પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

પંચમહાલ : હાલોલની આદિત્ય બિરલામાં કામદારના મોતથી હોબાળો,પરિવારજનોએ કંપની પાસે કરી વળતરની માંગ

પંચમહાલના હાલોલ પાસેની આદિત્ય બિરલા કંપનીમાં ફરજ બજાવતા એક કામદારની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જોકે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું,

New Update
  • આદિત્ય બિરલા કંપનીનો બનાવવા

  • કામદારનું મોત થતાં કંપની બહાર હોબાળો

  • કંપનીમાં ફરજ દરમિયાન લથડી હતી તબિયત

  • પરિવારજનોએ ન્યાય માટે કરી માંગ

  • પરિવારજનોએ કંપની સામે કરી વળતરની માંગ

પંચમહાલ જિલ્લાના હાલોલ પાસેની આદિત્ય બિરલા કંપનીમાં ફરજ બજાવતા એક કામદારની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જોકે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું,જેના કારણ મૃતકના પરિવારજનો સહિત કામદાર વર્ગે કંપની બહાર મૃતદેહ મૂકીને હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો.

પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ આદિત્ય બિરલા કંપનીમાં કાલોલ તાલુકાના સુરેલી ગામનાં પટેલ કમલેશ છેલ્લા 30 વર્ષથી કામ કરતા હતા.કંપનીમાં ફરજ પર હતા તે દરમિયાન તેઓની તબિયત લથડી હતી.જેના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બે દિવસની સારવાર બાદ કમલેશ પટેલનું કરૂણ મોત નીપજ્યું હતું.ઘટનના બાદ મૃતકના પરિવારજએ મૃતદેહને કંપની ગેટની પાસે મૂકી દઈને કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો,જ્યારે અન્ય કર્મચારીઓ પણ હોબાળો મચાવ્યો હતો. ઘટના અંગેની જાણ થતા જ પોલીસ કાફલો પણ કંપની પર દોડી આવ્યો હતો,જોકે મૃતકના પરિવારજનોએ કંપની પાસે યોગ્ય વળતરની માંગણી કરી હતી,જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ન ખોરવા તે માટેના પ્રયાસો કર્યા હતા. 

Latest Stories