સ્માર્ટ સિટી અમદાવાદના રોડ પર એટલા ખાડા પડી ગયા છે કે ખાડામાં રોડ કયા છે તે ખબર પડતી નથી ત્યારે આ બાબતે નાગરિકો ફરિયાદ કરીને થાકી ગયા પણ ખાડા કેમ પુરાતા નથી ત્યારે મનપા કમિશનર બિસ્માર રોડથી કમિશનર નારાજ થયા છે. ગઈકાલે મળેલી બેઠકમાં કમિશનર લોચન સેહરા અધિકારીઓને ખખડાવ્યા છે.ગઈકાલે એએમસીની મળેલી બેઠકમાં કમિશનર લોચન સેહરાએ ઇજનેર વિભાગના અધિકારીઓ પાસે માંગ્યો જવાબ માંગતા વેધક સવાલ કરતાં કહ્યું હતું કે ઈજનેર ખાતામાં શું ચાલી રહ્યુ છે,
ખાડા પુરવાની જવાબદારી કોની છે? નાગરિકો ફરિયાદ કરીને થાકી ગયા છે પણ ખાડાની સ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો, છેલ્લી 3 બેઠકમાં ખાડા પુરવાની ચેતવણી આપી ચૂક્યો છું. મારી ચેતવણી બાદ પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી તાત્કાલિક ખાડા પુરવાની કામગીરી શરૂ કરો, હવે હું કોઇ પગલાં લેતા ખચકાશે નહીં ચોમાસાની શરૂઆત પહેલા અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન અનેક મોટી વાત થાય છે. અને પ્રિ-મોન્સૂન કામગીરી આંકડાઓની ભરમાર ખડકી દેવામાં આવે છે. પરંતુ એક સામાન્ય વરસાદ થતાં જ તમામ દાવાની પોલ ખૂલ જાય છે.
અને આ તરફ ટેક્સ ભરતી જનતા રોડ પર જીવ જોખમમાં મૂકવા મજબૂર થઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે, શહેરના અલ્પવિકસિત વિસ્તાર જ નહીં. શહેરના પોશ ગણાતા વિસ્તારમાં ઠેર ઠેર રોડ તૂટી જાય છે
