અમદાવાદ શહેર પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે…ઘાટલોડિયામાં સિનિયર સીટીઝન દંપતીની હત્યા બાદ તે જ રાત્રે જુહાપુરામાં પોલીસના બાતમીદારની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવી છે.

શાહરુખ અમીરુદ્દીન શેખ આમ તો પોલીસના બાતમીદાર તરીકે તો ઓળખાય જ છે પણ તેણે ભૂતકાળમાં અનેક ગુનાઓને પણ અંજામ આપ્યો છે….મંગળવારે રાત્રે તેના.મિત્રો સાથે તે જુહાપુરા બરફ ફેક્ટરી પાસેથી પસાર થતો હતો…ત્યારે કેટલાક શખ્સો આવ્યા અને અંગત અદાવતમાં બબાલ કરી તને છોડવાનો નથી કહીને હથિયારો સાથે તૂટી પડ્યા….

હુમલાખોરોમાં કુલ છ લોકો હતા…અને શાહરૂખની સાથે તેના મિત્રો પણ હતા….જેઓ આ ઘટના જોતા જ ગભરાઇને ભાગવા જતા હતા પણ આરોપીએ તેના પણ માર માર્યો…આરોપીઓ ફરાર થઈ જતા શાહરુખ અને તેના મિત્ર ને હોસ્પિટલમાં ખસેડાયા જતા શાહરુખનું મોત નીપજ્યું…બીજીબાજુ વેજલપુર પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધાં છે જયારે ત્રણ હજી ફરાર છે.