અમદાવાદ : કોરોના સામે જંગમાં મહિલા યોધ્ધાઓ, જુઓ નવી સિવિલ હોસ્પિટલની કહાણી

New Update
અમદાવાદ : કોરોના સામે જંગમાં મહિલા યોધ્ધાઓ, જુઓ નવી સિવિલ હોસ્પિટલની કહાણી

સાંપ્રત સમયમાં મહિલાઓ પણ હવે પુરૂષ સમોવડી બની છે. કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં ફરજ બજાવતી 80 જેટલી મહિલા કર્મચારીઓએ નારી તુ નારાયણીની ઉકતિને સાચા અર્થમાં સાર્થક કરી છે.

અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગની મહિલા કર્મયોગીઓ કોરોના સામેના જંગમાં યોધ્ધાઓ સાબિત થઇ છે. તેમણે પોતાના બાળકોની સારસંભાળ તેમજ ઘર-પરિવારની દેખરેખ સાથે RTPCR ટેસ્ટીંગની અભુતપુર્વ કામગીરી કરી છે. તેમણે કોરોનાની બન્ને લહેરમાં 2.75 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કર્યા છે. સમય કે પરિવારની પરવા કર્યા વિના સતત ફરજ બજાવી છે. તેમણે ઓવરટાઇમ કરીને પણ દર્દીઓના રીપોર્ટ તબીબો સુધી પહોંચાડયાં છે.

આ લેબની ખાસિયત એ છે કે, અહીં 90 કર્મચારીઓના સ્ટાફમાં 80 મહિલાઓ અને 10 પુરૂષો ફરજ બજાવી રહ્યાં છે. જેમાં 90 ટકા મહિલા કર્મચારીઓ RT-PCR ટેસ્ટીંગ લેબમાં જીવના જોખમે કાર્યરત છે. તેઓ દૈનિક 2,500થી 3,000 નમૂનાઓનું પરીક્ષણ કરે છે. દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરો દર્દીઓની સારવાર કરી શકે છે.

માઈક્રોબાયોલોજી વિભાગના ડો.નીતા ખંડેલવાલ જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં આજદિન સુધીમાં 2.65 લાખ જેટલા RTPCR ટેસ્ટ કર્યા છે. જેમાં માર્ચ-2020 થી લઈને ફેબ્રુઆરી-21 સુધીમાં 1.39 લાખ તથા માર્ચ-21 થી મે-21 સુધીમાં 1.26 લાખ જેટલા ટેસ્ટ કર્યા છે. 90 ટકા જેટલી મહિલા સ્ટાફ જીવની પરવા કર્યા વિના 10 થી 12 કલાક PPE કીટ પહેરીને ફરજ નિભાવે છે. મહત્વની બાબત એ છે કે, 10 જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે.

Latest Stories