ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાશે, જેને લઈ ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી 11મી માર્ચે PM મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ સંદર્ભે ગુજરાત ભાજપ દ્વારા તેમના કાર્યક્રમ ની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પીએમ મોદીના કાર્યક્રમની વ્યવસ્થા લઈ રુટ ડાયવર્ટ નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં તા.૧૧/૩/૨૦૨૨ ના રોજ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ, મેમનગર ખાતે “ગુજરાત પંચાયત મહા સંમેલન… મારુ ગામ મારુ ગુજરાત’ નો કાર્યક્રમ યોજાનાર છે.
જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે 11 માર્ચે બપોરે 12 વાગ્યાથી અમદાવાદમાં વસ્ત્રાપુર લેકની આસપાસથી GMDC ગ્રાઉન્ડ ને જોડતા તમામ રસ્તા બંધ રહેશે12 માર્ચે બપોરે 2 વાગ્યા થી નવરંગપુરા સ્ટેડિયમ ની આસપાસના રસ્તા, ઈન્કમટેક્ષ ક્રોસ રોડ, કોમર્સ સર્કલ રોડ, અને વેસ્ટ રિવરફ્રન્ટનો સંપૂર્ણ રોડ બંધ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.જીવન હોસ્પીટલ ટી વસ્ત્રાપુર તળાવ થી અંધજન મંડળ ચાર રસ્તા થી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પિટલ ટી વસ્ત્રાપુર તળાવ થી હોટલ હયાત થઇ કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.વૈકલ્પિક માર્ગની વિગત સંજીવની હોસ્પિટલ ટી વસ્ત્રાપુર તળાવ થઈ શહીદ ચોક વસ્ત્રાપુર તળાવ થઇ માનસી ચાર રસ્તા થી ડાબી બાજુ વળી કેશવબાગ ટી થી ડાબી બાજુ વળી અંધજન મંડળ ચાર રસ્તા થી જમણી બાજુ વળી પાંજરાપોળ ચાર રસ્તા થઇ ગુલબાઈ ટેકરા ટી થઇ દાદાસાહેબ પગલા ચાર રસ્તા થઇ વિજય ચાર રસ્તા થઇ હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.અપવાદ : સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
