કોરોના બેકાબુ બન્યો છે. કોરોના કેસ વધી રહ્યા છે. છતાં પણ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે ખાસ કરીને એરપોર્ટ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર સૌથી વધારે ભીડ થાય છે. લોકો કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા નથી. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એક પરંપરા રહી છે કે કોઈપણ પરિવારનું સ્વજન યાત્રા પર જતું હોય છે ત્યારે તેમને મૂકવા માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન છોડવા માટે પણ તેમની સાથે પરિવારના લોકો છે તે જતા હોય છે.એક વ્યક્તિની સાથે ચારથી પાંચ લોકો સ્ટેશન ઉપર છોડવા માટે જતા હોય છે અને જેના કારણે ભીડ છે તે જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદ ડિવિઝનના તમામ પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ ટીકીટના ચાર્જ 30 રૂપિયા કરી દેવામાં આવ્યો છે કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા અને રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના હેતુથી 18 જાન્યુઆરી 2022 થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ દર અસ્થાયી રૂપ 10 રૂ થી વધારીને 30 રૂ કરવામાં આવી રહ્યો છે. રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવાનું કારણ છે કે પ્લેટફોર્મ ટિકિટના ચાર્જ વધુ હશે તો ભીડ છે તે નિયંત્રણમાં રહેશે.અને કોરોનાનું સંક્રમણ ફેલાયું રોકી શકાશે. જો કે રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનું ટેસ્ટ કરવામાં આવે છે. અને માસ્ક ફેરવવા સૂચના પણ સુરક્ષા કર્મીઓ દ્વારા આપવામાં આવે છે.પરંતુ લોકો હજુ પણ બે ફિકર થઈ ને ફરી રહ્યા છે.
