/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/23170306/maxresdefault-107-235.jpg)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના કચ્છમાં આપેલ કોંગ્રેસના નેતાઓ દારૂપીવે છે અને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારે છે આ નિવેદનથી કોંગ્રેસ માં ગુસ્સો છે અને કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ટવીટ કરી સીએમ ને માફી માંગવા કહ્યું છે કોંગ્રસે આરોપ લગાવયો છે કે સીએમ હાર ભાળી ગયા છે એટલે બેજવાબદાર નિવેદનો આપી રહયા છે પણ પેટા ચૂંટણીમાં દારૂ પર દંગલ હવે જોવા મળી રહ્યું છે.
રાજ્યની 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર ચરમસીમાએ છે ત્યારે સીએમ વિજય રૂપાણીના એક નિવેદને વિવાદ ઉભો કર્યો છે ગઈકાલે કચ્છના પ્રવાસ દરમ્યાન સીએમ આક્રમકઃ અંદાજમાં જોવા મળ્યા અને કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે અમે જ્યારે કોરોના સામે લડતા હતા ત્યારે આ કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના એક રિસોર્ટમાં દારૂ પી સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા સીએમ માત્ર અહીં ના રોકાયા તેમણે કોંગ્રેસને બનાસકાંઠા ફ્લડ પણ યાદ કરાવ્યું અને કહ્યું કે ત્યારે બેંગ્લોર ફરવા ગયા હતા। ..આ નિવેદન બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે
સીએમ ના આ નિવેદન બાદ કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે કોંગ્રસે સીએમ ના આ નિવેડન સામે વિરોધ નોંધાવ્યો છે તો અનેક ધારાસભ્યોએ શોશ્યલ મીડિયામાં વિરોધ કર્યો ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને ગ્યાસુદીન શેખે ટવીટ કરી સીએમ ને માફી માંગવા કહ્યું આ બને ધારાસભ્યો એ કહ્યું કે ઇસ્લામ ધર્મ માં દારૂ પીવો ગુન્હો બને છે અને સીએમ આવા બેફામ નિવેદન ના કરવા જોઈએ અને સીએમ માફી મંગાવી જોઈએ