મળતી માહિતી અનુસાર બી નાનજી ગ્રુપના ભીખુભાઈ પડસાલાના દીકરા સંદિપ પડસાલા, મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર વેવજી ગામમાં ઈન્ડિયા કોલોની નામથી રેસિડેન્સ અને કોમર્શિયલ સ્કીમમાં 36 ફ્લેટ અને 22 દુકાન પેટે 5.20 કરોડ રૂપિયા રોકાવ્યા હતા. જોકે, સ્કીમ પૂરી થઈ ગયા પછી પણ સંદીપે ન તો ફ્લેટ આપ્યા કે ન તો પૈસા પાછા આપ્યા. જેથી સમ્રાટ નમકીનના એમડી જયશંકર વૈધે બી નાનજી ગ્રૂપના બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી છે. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી હાલ તેમની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
