અમદાવાદ : આગામી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રિ દરમ્યાન રહેશે “કરફ્યુ”, જુઓ કેવો છે શહેરનો માહોલ..!

0
National Safety Day 2021

કોરોના વાયરસનો કહેર ફરી એકવાર ગુજરાત સહિત અમદાવાદને ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રિ દરમ્યાન કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના આદેશ અનુસાર, અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આગામી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી સમગ્ર જીલ્લામાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. કરફ્યુ દરમ્યાન આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ તે સિવાય જો બિનજરૂરી કોઈપણ વ્યક્તિ બહાર નીકળશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે રાત્રિ કરફ્યુ દરમ્યાન કેવો છે અમદાવાદ શહેરનો માહોલ. જુઓ અમારો વિષેશ અહેવાલ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here