નર્મદા : રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન કર્યા નામંજૂર, સોમવારે સેશન્સ કોર્ટમાં કરાશે અપીલ

કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.જોકે કોર્ટે રિમાન્ડ અને જામીન નામંજૂર કરી દીધા હતા.અને તેઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા

New Update
  • MLA ચૈતર વસાવાની ધરપકડનો મામલો

  • આપ નેતાને પોલીસે કોર્ટમાં જતા અટકાવ્યા

  • ગોપાલ ઈટાલીયા છે ચૈતર વસાવાના વકીલ

  • ગોપાલ ઇટાલીયાએ પોલીસ સામે વ્યક્ત કર્યો રોષ

  • કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન કર્યા નામંજૂર

  • સોમવારે જમીન માટે સેશન્સ કોર્ટમાં કરાશે અપીલ

  • સાંસદ મનસુખ વસાવાએ પણ આપી પ્રતિક્રિયા 

  • ચૈતર વસાવાના કૃત્યને વખોડતા સાંસદ મનસુખ વસાવા   

નર્મદા જિલ્લાના દેડિયાપાડા લાફા કાંડ કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.જોકે કોર્ટે રિમાન્ડ અને જામીન નામંજૂર કરી દીધા હતા.અને તેઓએ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે શનિવારે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

ચૈતર વસાવાને પોલીસ દ્વારા રાજપીપળા કોર્ટેમાં રજુ કરવામાં આવ્યા હતા.અને પોલીસ દ્વારા તેઓના 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી,જોકે કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા,તો કોર્ટે ચૈતર વસાવાના જામીન પણ નકારી કાઢ્યા હતા. હવે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે. હાલચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. સોમવારે 7 જુલાઈએ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કર્યા તે પહેલાં પણ રાજકીય નાટક જોવા મળ્યું હતું.જેમાં પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને એડવોકેટ ગોપાલ ઇટાલિયાકાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો બિચક્યો હતો. આ ઘટના અંગે આપના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ-નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ પણ આ ચકચારી ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.અને ચૈતર વસાવા દ્વારા આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠકમાં કરવામાં આવેલા કૃત્યને વખોડી કાઢ્યું હતું.

Latest Stories