Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સિમ્સ-હેબતપુરને જોડતા રસ્તા પર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

અમિત શાહે ઓવરબ્રિજનું લોકાપર્ણ કર્યું તેમજ અમદાવાદીઓને 363 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.

X

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. અમિત શાહે સવારે ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે ઉમિયાધામ ઊંઝાના ટ્રસ્ટીગણે આપેલ નિમંત્રણ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે અત્યારે અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થલતેજ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઓવરબ્રિજનું લોકાપર્ણ કર્યું તેમજ અમદાવાદીઓને 363 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેમાં રૂ.3 કરોડના ખર્ચે બનેલ વસ્ત્રાપુર રેલવે સ્ટેશન અંડરપાસનું લોકાર્પણ, થલતેજ અને ગોતા વોર્ડમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, 37.77 કરોડના ખર્ચે થલતેજમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું લોકાર્પણ તથા 163 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નિર્મિત આ રેલવે ઓવરબ્રિજ કાર્યરત થવાથી સોલાથી હેબતપુર વિસ્તારમાં સરળ બન્યું છે, અને રેલવે ફાટકને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થયું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુજરાત સરકાર કાર્યરત રહી અને કામોની ગતિ રોકી નહીં અને ગતિ રોકાવા પણ ન દીધી. તેનું મજબૂત ઉદાહરણ આજે લોકાર્પણ થયેલા અને ખાતમુહૂર્ત થયેલા કામો છે. સ્વાભાવિક રીતે આ બધા જ કામોની પૂરા થવાની પ્રક્રિયા કોરોનાના બે વર્ષના કાળમાં થઈ, તો જ આનું લોકાર્પણ થઈ શકે અને તે સિદ્ધ કરે છે કે કોરોનાની મહામારી પણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસને રોકી નથી શકી.

રસ્તાઓને ફાટક મુક્ત કરવાની રાજ્ય સરકારની નેમ છે ત્યારે અમદાવાદ શહેરને તેના આ 23માં રેલવે ઓવરબ્રિજની કેન્દ્રીય મંત્રીના હસ્તે ભેટ મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 22 રેલવે ઓવરબ્રિજ કાર્યરત છે. આ અવસરે મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, અરવિંદ પટેલ, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story