Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: એક ટ્રસ્ટ વર્ષે રૂ.37 લાખની ચા પીવે છે? જુઓ કોને કર્યા મોટા કૌભાંડના આક્ષેપ

અમદાવાદના શ્રીજી કેળવણી મંડળ નામના ટ્રસ્ટમાં મોટી ગેરરીતિ આચારાય હોવાના આર.ટી.આઈ.એકટીવિસ્ટે આરોપ લગાવ્યા છે.

X

અમદાવાદના શ્રીજી કેળવણી મંડળ નામના ટ્રસ્ટમાં મોટી ગેરરીતિ આચારાય હોવાના આર.ટી.આઈ.એકટીવિસ્ટે આરોપ લગાવ્યા છે. ચેરિટિ કમિશ્નરને અપાયેલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ચાના એક વર્ષનું રૂ.37 લાખ સહિતના બિલ ચૂકવી ધૂપ્પલ ચલાવવામાં આવ્યું છે

અમદાવાદના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આરોપ લગાવ્યો કે અમદાવાદના શ્રીજી કેળવણી મંડળ નામના ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાની ગરબડ કરવામાં આવી છે અને આદિવાસી વિસ્તારમાં મોટું કૌભાંડ આચરાયુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા વિરલ પટેલ નામના અરજદારે અમદાવાદ ચેરિટી કમિશનરને અરજી કરી જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓ પણ આ કૌભાંડમાં ભાગીદાર છે અને કોઈ પણ ટેન્ડર વગર આ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે અને જે ટ્રસ્ટે આ કરોડોનું કૌભાંડ કર્યું છે તેમાં એકજ પરિવારના 7 સભ્યો ભાગીદાર છે જે વાત પરથી સાબિત થાય છે કે આ કૌભાંડ પ્લાન કરી કરવામાં આવ્યું છે અરજદાર વિરલ પટેલે આરોપ લગાવ્યો કે 1 વર્ષના ચાના બિલના 37 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે આવા અનેક ખોટા બિલ રજુ કરી પૈસા ચાઉં કરી ગયા છે। આદિવાસી વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગો ચલાવવાના નામે ધુપ્પલ ચલાવ્યું છે અમને આ બાબતે ખબર પડતા અમે અરજી કરી હતી અને ઓડિટ થતા આ ગેરરીતિ બહાર આવી છે અરજદારે આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવા કરવા માંગણી કરી છેઅમદાવાદ: એક ટ્રસ્ટ વર્ષે રૂ.37 લાખની ચા પીવે છે? જુઓ કોને કર્યા મોટા કૌભાંડના આક્ષેપ

Next Story
Share it